ધીરેધીરે બધુંય આખરમાં ટેવાઈ જશે.
દુઃખ પણ સુખ સમું વખતે થઈ જશે.
સુખદુઃખ હોય છે દ્વંદ્વ વળી મન તણા,
સમયના સહારે સત્ય સમજાઈ જશે.
નાની સરખી વાતે ના કરશો હોબાળો,
આજે વખોડાય કાલે વખણાઈ જશે.
મળતા રહેવુંને પરસ્પર સમજતા જવું,
વીરડો પણ સાગરને કદીએ પામી જશે.
એ કપોત છે એટલે કેસરી સામે ના ટકે,
વખતના વહેણે એનો હાથ થામી જશે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.