Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો મારી દિકરી 11 વર્ષની છે. કાલે હું રસોઈ બનાવતી હતી ત્યારે તેણે મને એક સવાલ કર્યો.

મમ્મી તમે મારા જેવડા હતા., ત્યારે તમને કંટાળો આવતો તો તમે શુ કરતા?

પછી મેં મારી દિકરીને કહ્યુ બેટા અમે નાના હતા ત્યારે બે થી ત્રણ જોડી કપડાં હતા. સવારના નાસ્તામાં ચા રોટલી અથવા બાજરીના રોટલા અને માખણ ખાતા.

સાંજના સાક રોટલા અને દૂધ છાસ જે ઘર પ્રમાણે અનુકૂળતા એ જમતા. અને અમારી પાસે એક જોડી ચંપલ હોતા એ ટુટી જાય તો અમારા ગામડાથી શહેર 90 કિમી દૂર થતું એટલે જ્યાં સુધી નવા ચંપલ ના આવે ત્યાં સુધી એને સાધીને પહેરતા.

અમારા ગામમાં લાઈટ નહોતી એટલે ટીવી પંખાની તો વાત જ નહોતી. સવારના 11 વાગ્યે સ્કૂલ જતા સાંજના 5 વાગ્યે પાછા આવતા લેસન કરીને રમવા જતા રહેતા છેક અંધારું થાય ત્યારે પાછા આવતા સાંજે જમીને આંગણા ખાટલા પર પથારી કરીને તારા ગણતા ગણતા ક્યારે નિંદર આવી જતી ખબર ના પડતી. કંટાળો કેવો હોય અમને ખબર નહોતી એ ઉંમરમાં.

અને કંટાળો નવરા માણસને આવે આખો દિવસ કાર્યરત હોય એને ના આવે. કંટાળો આવે એમાં વાંક છોકરાઓ નો નથી અત્યારની જીવન શૈલીનો છે. પાંજ઼રું સોનાનુ હોય તો જેલમાં રહેવું કોઈને ના ગમે. ભણતર અને ટ્યુશનના ચક્કરમાં બાળકોનું બાળપણ છીનવાઈ ગયું છે.

કુદરતી વાતાવરણમાં રમવાથી બાળકમાં બુદ્ધિનો વિકાસ થાય છે. રમકડું ભલેને તમે મોંઘુ લઇ આપો એવો વિકાસ ના થાય. સૂર્યનારાયણના તડકામાં રમવાથી શરીર તંદુરસ્ત રહે છે. હાડકા મજબૂત થાય છે.

મિત્રો જે બાળક આખો દિવસ એસીમાં રહેતા હોય એ થોડીક ઉંચાઈ પર થી પડી જાય તો ફેક્ચર થઇ જાય છે. અને જે બાળકો આખો દિવસ તડકમાં રમતા હોય એમના હડકા મજબૂત હોય છે એટલે જલ્દી ફેક્ચર નથી થતા.

મિત્રો ખરેખર જમાનો બહુ ફોરવર્ડ થઇ ગયો છે. નાના નાના બાળકો ને ગુસ્સો આવે. નાના નાના બાળકોને કંટાળો આવે. મિત્રો હું 8 વર્ષની હતી ત્યાં સુધી માથો દુઃખે એટલે શુ એ મને નહોતી ખબર, કોઈ એમ કહે માથું દુખે છે તો મને એમ થતું માથું દુઃખે એટલે શુ થતું હશે. હું દસમા ધોરણમાં ભણતી ત્યાં સુધી મને એ નોહતી ખબર એસીડીટી એટલે શુ? કારણ જેનો અનુભવ ના હોય એની ખબર ના હોય. અત્યારે તો પાંચ વર્ષના બાળકને ખબર હોય કે માથું દુઃખે એટલે શુ. અને દસ વર્ષના બાળકને ખબર હોય કે એસીડીટી એટલે શુ.
#Depression

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111935588
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now