મિત્રો આ વાત પાકિસ્તાનની છે.પાકિસ્તાનમાં એક જમીદાર રહેતો હતો.તેને એક દિકરો હતો. જમીદાર દિકરાને ભણાવીને મોટો માણસ બનાવવા માંગતો હતો. હવે એકનો એક દિકરો અને ભણે નહિ તો માં બાપ ને દુઃખ તો થાય જ ને.
દિકરાને ભણવા મોકલ્યો ઉર્દુ માં તેને ભણાવવા માં આવતું અલીફ તો તે અલીફ તો લખતો પછી તેને ભણવામાં આવતું બે બલા તો તે કહે બે નહિ એકજ છે. હું બે નહિ બોલું (અલ્લાહ )ભગવાન એકજ છે. તે દિકરાને સિધ્ધમાં ભણવા મોકલવામાં આવ્યો તોય તે ભણ્યો નહિ.
તે તેર વર્ષનો થયો તોય કપડાં ના પહેરતો લોકો વાતો કરવા લાગ્યા કે આ જમીદાર નો દિકરો થઈને કપડાં નથી પહેરતો આને સમજાવો બધાએ સમજાવ્યો છતાં તે કપડાં ના પહેરતો.
પછી તે એક દરગાહ પર જતો રહ્યો ત્યાં જઈને ખ઼ુદાની બંદગી કરતો. તે જે દરગાહ પર તે જે દરગાહ પર બંદગી કરતો ત્યાં મેળો લાગતો ( આ વાત મેં ઘણા વર્ષો પહેલા સાંભળી છે એટલે તે દરગાહનું નામ અને તે છોકરાનું નામ મને યાદ નથી આ વાત મારાં પપ્પા એ મને કહી હતી તેઓ પાકિસ્તાનમાં રહેતા 71 માં ભારત આવ્યા )
એક વખત મેળો લાગ્યો તો બધા એને સમજાવવા લાગ્યા કે તું જમીદાર નો દિકરો છો હવે તું મોટો થઇ ગયો છો કપડાં પહેરી લે.
ત્યારે તે જે તૂટેલા ગોદડા પર બેસીને ખુદાની બંદગી કરતો તે ગોદડું પણ ટુટીને કાણા વાળું હતું. એટલે તેણે તે ગોદડું ઉંચુ કર્યું અને કહ્યુ હવે આ ગોદડા માંથી જુઓ એટલે તેને સમજાવવા આવ્યા હતા એ ગોદડા ના કાણા માંથી મેળામાં ફરતી પબ્લિક ને જોવા લાગ્યા તો અમુક વ્યક્તિઓને જ કપડાં પહેરેલા હતા બાકી તો નગ્ન અવસ્થામાં જોવા મળ્યા. ત્યારે તે છોકરાએ કહ્યુ.
બહારથી તો કપડાં પહેરીને ફરે છે લોકો અંદર થી તો નગ્ન છે. માટે હું કપડાં પહેરું કે ના પહેરું શુ ફરક પડે છે.
માટે મિત્રો તમારું મન સાફ હોવું જોઈએ તમે કપડાં કેવા પહેરો છો એનાથી કોઈ ફરક નથી પડતો નથી.
તમારા વિચારો કેવા છે એ મહત્વનું છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "