Gujarati Quote in Poem by Kinara Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,
હાલ્યને આંબાવાડીએ, હજી પોરની તાજી યાદ.
પાંદડુંયે નહિ પેખીએ એવો
ઝૂલતો એનો મોર.
કોઈને મોટા મરવા અને
કોઈને છે અંકોર
ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ.
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,
ઘર નું નાનું અંગણું,
ગમે મોકળું મોટુ વન:
કોઇનોયે રંજાડ નહિ ને
ખેલવા મળે દન.
હાલીયે ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ;
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.
જ્યારે કવિ શ્રી રાજેન્દ્ર શાહ ની આ કવિતા વાંચીએ ને ત્યારે બાળપણમાં આંબા નીચે બેસીને કોયલનાં ટહુકા સાંભળતા સાંભળતા મિત્રો સાથે ઘોળીને ખાધેલી એ કેરીઓ પણ યાદ આવે જ....
#Mango

Gujarati Poem by Kinara Vyas : 111935411
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now