Quotes by Kinara Vyas in Bitesapp read free

Kinara Vyas

Kinara Vyas

@harshvyas095928


આપણાં વિચારો જ આપણાં Mentor (માર્ગદર્શક) છે. જો હકારાત્મક વિચારીશું તો દુનિયાની કોઈ અડચણ આપણને જીવનમાં આગળ વધતાં નહીં રોકી શકે. અને જો વિચારો જ નકારાત્મક કે નિરાશાજનક રાખીશું તો જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં કરી શકીએ. મિત્રો, જીવનમાં બહુ ઓછા એવા વ્યક્તિઓ હોય છે જે આપણી પ્રગતિમાં આપણી સાથે હોય......
#Mentor

Read More

ચા નો બીજો વિકલ્પ છે કોફી...
જ્યારે ચા ને રજા હોય, ત્યારે કોફી ની મજા હોય.☕
#coffee

આવજોને ક્યારેક.....
એક સાથે વિતાવેલા સમયનાં
ખાંડ જેવા મીઠા, ચા-પત્તી જેવા કડવા
આદું જેવા તીખા સંસ્મરણો લઈને,
વિરહની અગ્નિમાં હ્રદયરૂપી પાત્રમાં ભેગાં કરીને
એક-બીજાને જોવા આતુર થયેલા નયનોનાં પાણીમાં ઉકાળીશું...
દૂધ જેવા પવિત્ર આપણાં સંબંધોને એમાં ભેળવી
જે ચા ☕🫖 તૈયાર થાય એનો સ્વાદ માણીશું......🥰
#Tea

Read More

emotionને ક્યાં આરામ હોય છે?
એ તો જ્યાં અટકે ત્યાં અલ્પવિરામ હોય છે.
#emotion

શમણાં...
ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એ. પણ અમારા સમાજમાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી એવાં રૂઢિચુસ્ત રીત રિવાજો સાથે જીવતા તેના મા-બાપે તેને માત્ર ધોરણ 12 સુધી જ ભણાવી.18 વર્ષની થઈ અને તેના લગ્ન કરી દેવામાં આવ્યા. એની ઈચ્છા ને જાણ્યા વગર કે, એ છોકરો એને ગમે છે કે નહીં. લગ્નના એક વર્ષમાં તે એક દીકરાની માતા બની ગઈ. પતિની ટૂંકી આવક હોવાથી એણે નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ફરીથી એ જ માનસીકતા...અમારા ઘરની સ્ત્રીઓ નોકરી કરવા ના જાય. એને પણ ગમતાં એની સખીઓની જેમ મોર્ડન કપડાં પહેરવા. પણ અમારા ઘરની સ્ત્રીઓ લગ્ન પછી માત્ર સાડી જ પહેરે. આવી તો કેટલી ઈચ્છાઓને શમણાં એ પોતાની અંદર મારી નાખી હતી. અને એક દિવસ આ સંકુચિત સમાજથી કંટાળીને શમણાંને જીવન કરતાં મોત વધારે વ્હાલું લાગ્યું અને એક દિવસ શમણાંએ પોતાનું જીવન ટુંકાવી નાખ્યું એના શમણાંને આંખોમાં સમાવીને...
મિત્રો ભલે આપણે આજના સમાજ ને આધુનિક સમાજ એવું નામ આપીએ પણ આપણા સમાજમાં હજુ કેટલીય શમણાંઓ છે કે જે રોજ હત્યા કરી રહી છે પોતાના સપનાઓની અને પોતાનાં emotions (લાગણીઓ)ની...😢
-સત્ય ઘટના પર આધારિત...
માત્ર નામ બદલ્યું છે, લાગણીઓ તો આજે પણ એજ છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે તેઓ એની આત્માને શાંતિ આપે.. ઓમ શાંતિ..
#emotion

Read More

કેમ રે ભૂલું
મીઠી શી નજરનું
દર્દ રે સખી
🥰❤️

#Pain

જિંદગી પણ એક Marathon છે અને આ Marathon માં દોડવાની અસલી મજા તો ત્યારે જ આવે જ્યારે સામેવાળાને લાગે કે આપણે હારી ગયા પણ હકીકતમાં તો આપણે દોડવાનું હજુ શરૂ જ કર્યું હોય..😎
#Marathon

Read More

જીવનમાં આવતી સમસ્યાઓ આપણને હતાશ નથી કરતી પણ જ્યારે સમસ્યાઓનો ઉકેલ ન મળે ને ત્યારે માણસ હતાશ થઈ જાય છે.
#Depression

Read More