આવ્યો છું પ્રભુ દ્વારે, કૃપાદ્રષ્ટિ કરોને.
નૈન વરસે અશ્રુધારે, કૃપાદ્રષ્ટિ કરોને.
મુખે દીનતા લાવી; રહ્યો છું મનાવી,
પ્રાર્થના તણા સ્વીકારે; કૃપાદ્રષ્ટિ કરોને.
મારી નાવ મઝધારે;વડવાનલ દઝાડે,
લાવો એને કિનારે; કૃપાદ્રષ્ટિ કરોને.
છું ભૂલોથી ભરેલો; છું મોડો નથી વહેલો,
રત રહ્યો છું સંસારે; કૃપાદ્રષ્ટિ કરોને.
મારે છો એક આધાર; કાં લગાડોને વાર?
નથી કહેવું વારેવારે; કૃપાદ્રષ્ટિ કરોને.
સર્વસ્વ તમને જાણી; તમે રીઝો ધનુપાણિ,
રામ આવો તમે વહારે; કૃપાદ્રષ્ટિ કરોને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.