ભણેલાને અપણ વચ્ચેનો તફાવત જાણીએ
નાની સરખી તકલીફમાં આત્મહત્યાના વિચાર કરે એ ભણેલ,
પહાડ જેવડા દુઃખમાં ચટાન સમો ઉભો રહે એ અભણ.
કોઈને તકલીફમાં જોઈને ફોનમાં વીડીયા ઉતારે એ ભણેલ,
તકલીફમાં જોઈને વણ નોતર્યો મદદે દોડી જાય એ અભણ.
મોંઘી હોટલમાં જમવાનું એઠું મૂકીને ચાલ્યા જાય એ ભણેલ,
પોતાની થાળી વિછળીને પાણી પી જાય એ અભણ.
સૌથી પહેલા ખાઈ લે એ ભણેલ,
ખવરાવીને ખાય એ અભણ.
જીવતે જીવ મરી જાય એ ભણેલ,
મર્યા પછી એ જીવી જાય અભણ.
પાપ કર્યા પછી એ ફરી જાય એ ભણેલ,
નાની ભૂલની પણ માફી માંગે એ અભણ.
દિમાગ થી જીવે એ ભણેલ,
દિલથી જીવે એ અભણ.
ઉંચી પોસ્ટ પર ગયા પછી ખીચા કાતરી લે તે ભણેલ,
સુવર્ણ ભરેલ બેગ મળે છતાં પાછું આપી આવે અભણ.
વિજ્ઞાન ને માને એ ભણેલ,
ધર્મને માને એ અભણ.
ઈજ્જત વેચીને આઈ ફોન લે ભણેલ,
ઈજ્જત બચાવવા પોતાની જમીન વેચી નાંખે એ અભણ.
મિત્રો આમાં ભૂલ આપણી જ છે, આપણે સંસ્કૃત ની જગ્યાએ અંગ્રેજીને મહત્વ આપ્યું. ભલે અંગ્રેજીને મહત્વ આપ્યું. પણ સંસ્કૃતને પણ એટલું જ મહત્વ મળવું જોઈતું હતું. તો આજે આ પરિસ્થિતિ સર્જાણી ના હોત.
મિત્રો ઇન્સાન પણ બીજા પ્રાણીઓની જેમ પ્રાણીમાં જ આવે છે અલગ પડે છે તો ફક્ત જ્ઞાનના કારણે જો તમારી પાસે જ્ઞાન નથી. તમે શીંગડા પૂછડા વિનાના પશું સમાન છો.
માટે જ્ઞાનનું હોવું જરૂરી છે. ઉપર ભગવાન પાસે તમારી ડિગ્રીઓ નહીં ચાલે ત્યાં ફક્ત પાપ અને પુણ્ય ચાલે છે.
માટે જ્ઞાનવાન હોવું બહુ જરૂરી છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "