એક સાસરે જતી દિકરી ની વેદના જ્યારે સાસરા વાળા કહેતા હોય હવે જલ્દી વળાવો મોડું થાય છે ત્યારે એક દિકરી ના મન માં શુ ચાલતું હોય એ મે મારા શબ્દો વર્ણન કર્યું છે ગમે તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો
થોડીવાર થોભી જાઓ હુ
બધાને હેત થી મળી લઉં
જે મારા પિતાના આંગણે સપનાઓ સજાવ્યા હતા એ
વિખેરાઈ ગયા છે એ મારા સપના ઓ હુ સમેટી લઉં
પિતા ના આંગણે તો હુ મોડી ઉઠતી હવે
વહેલું ઉઠવાનું ટાઈમ ટેબલ બનાવી લઉં
અહીં તો હુ સૌથી પહેલા જમતી હવે
સૌથી છેલ્લે ખાવાની આદત પાડી દઉં
પિતાના નભ જેવાં હ્દય માં મુક્ત થઇ વિહરતી
આજ મારી એ વિશાળ પાંખો ને હુ સંકોરી લઉં
મારી માં તો ખુદ સમજદાર છે એ સમજી જશે
દુનિયા ના રીતરિવાજ ને જરા મારા પિતાને હુ
મીઠી સમજણ આપી દઉં
મે ધ્યાન રાખ્યું છે મારા પિતાનું નું માં બની ને
એને હુ આજ સમજાવી દઉં
દુનિયા ના આ રીતિ રિવાજ ને હુ આજ
અપનાવી લઉં
એ પપ્પા હુ તમારી દિકરી છુ એના પહેલા એક સ્ત્રી છુ
તમે ગભરાઓ નહીં મારામાં તો કળા છે પારકાઓ ને
પોતાના કરવાની હુ આ કળા ને હવે અજમાવી લઉં
તમે તો સદાય મારા હ્દય માં અટલ રાજ કરશો
હવે મારા દિલ માં સત્ય પુરુષ ને રહેવા માટે
તમારી પરવાનગી થી થોડી જગ્યા આપી દઉં
તમારા આંગણે આવીને તમને
બધાને પોતાના બનાવ્યા હવે
હવે એમને પણ પોતાના બનાવી લઉં
બાપ ના આંગણે તો રાજ કર્યું છે
પપ્પા તમે કહો તો મારી ખુશીઓ ની
સીમા હવે હુ સંકેલી લઉં
પપ્પા તમારા આંગણે તો પાણી માંગુ ત્યાં દૂધ મળતું હતું આજથી મારી આ બધી આદતો હુ સુધારી લઉં
પપ્પા હવે તમારી ધ્યાન રાખવા વાળી આ દિકરી જાય છે
સાસરે પારકાને પોતાના બનાવવા હવે તમારે પોતાનું ધ્યાન
જાતે રાખવું પડશે હવે હુ મારૂ મર્યાદા નું ઓઢણું ઓઢી લઉં.
લી. ચૌહાણ સુરજબા "આર્ય '