રાશિ મારી કુંભ,
અક્ષર રાખે ગ, શ, સ, ષ.
શનિદેવ સ્વામી એનાં,
કહેવાય એ ન્યાયના દેવતા,
બોલે મારું અઠવાડિક ભવિષ્ય,
કરવો ન્યાય સૌ સાથે.
કરશો મદદ જેટલી સૌની,
મળશે મદદ પ્રભુની એટલી જ.
મળશે શુભ ફળ સતકર્મોનુ,
કરતાં રહો કર્મ વિના અપેક્ષા.
ન્યાયના દેવતા શનિદેવની જન્મજયંતિએ વંદન.🙏
#Justice