આ પ્રેમ ની બાજી તને સમજાય તો પ્રેમ કરજે આમ લાગણીની વાવણી હોય તને પરવડે તો પ્રેમ કરજે નહિ તો રહેવા દેજે.
આ નથી એક બે દિવસની વાત જિંદગીભર સાથ નિભાવની વાત છે... તને પરવડે તો પ્રેમ કરજે નહિ
તો રહેવા દેજે.
હોય બદનામી નો ડર તો રેહવા દેજે આતો પ્રેમ ના નામે આબરૂ લૂંટવાની વાત, તને પરવડે તો પ્રેમ કરજે નહિ તો રહેવા દેજે.
બધું જતું કરીને પણ રહેવું પડે પ્રેમમાં એક બીજાના સહારે જીવવું પડે જીવનમાં તને પરવડે તો પ્રેમ કરજે નહિ તો રહેવા દેજે.
આખી દુનિયા એક તરફ અને આપણે બે એક તરફ જિંદગીની શરૂઆત મુશ્કિલ ભરેલી હશે, તને પરવડે તો પ્રેમ કરજે નહિ તો રહેવા દેજે.
નથી કોઈનો સાથ તો આપું છું વચન નહિ છોડું તારો હાથ તને આ વાત સમજાય તો, પ્રેમ કરજે નહિ તો રહેવા દેજે.
તારું આવવું કે ના આવવું તારા પર છોડું છું નફો કે નુકશાની નથી.
આ રમત તને પરવડે તો પ્રેમ કરજે નહિ તો રહેવા દેજે.
દિલ ની વાત 💔