....." જિંદગી "
સુખ ને દુઃખનો પડાવ છે જિંદગી.
કદી મલમ, કદી ઘાવ છે જિંદગી.
રોજીંદી બનતી ઘટમાળોની વચ્ચે,
અણધાર્યો બનાવ છે જિંદગી.
નથી ચાલતો સમય એક સરીખો,
કભી ધુપ, કભી છાંવ છે જિંદગી.
હર એક મંજિલે આવે નવો વળાંક,
નવા અનુભવોનો પ્રભાવ છે જિંદગી.
મનમાં ભરી જીવશો તો છે બોજ "વ્યોમ"
મનભરી માણો તો શિરપાવ છે જિંદગી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.