સઘળી સમસ્યાનો અંત કરીને બેઠો.
ધ્યાન હરિવરનું સહજ ધરીને બેઠો.
ના રહી તમન્ના ક્ષુલ્લક પામવા કાજે,
આવીને ઓટલે પછી હું હરિને બેઠો.
શમી ગયો અંતરાગ્નિ આશાનો હવે,
કૈંક અજીબ પામવા કાજે ફરીને બેઠો.
અંતર થયું આચ્છાદિત રામસ્મરણથી,
ઉરમાં અવનવું કેટકેટલુંય ભરીને બેઠો.
વમળો મનતણા જાણે સ્થિર થૈ ગયા,
મારા હરિ સારુ કૈંક રખેને કરીને બેઠો.
ઉર, નૈન, શ્રવણ,જીહ્વાનું ઐક્ય સધાયું,
લાગ્યું એવું કે હવે હું ઠામ ઠરીને બેઠો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.