એમને વૃક્ષો સદાએ ગમતાં પર્યાવરણપ્રેમીઓ.
તરુવર એનાં મનમાં રમતાં પર્યાવરણપ્રેમીઓ.
એને તો ઘરના સભ્ય સમાં લાગે બધાં ઝાડવાં,
વાવી, ઊછેરીને જે જંપતાં પર્યાવરણપ્રેમીઓ.
તરુવર રક્ષા કાજે તેઓ અહર્નિશ મથતા રહેતા,
એ તો પરમેશ એમાં ભાળતા પર્યાવરણપ્રેમીઓ.
પ્રાણને પ્રગટાવવા અંગારને રોકવા કાર્ય કરતા,
સાચા અર્થમાં સેવક ગણાતા પર્યાવરણપ્રેમીઓ.
નાતો એને ઝાડથી ઝાઝો પોતાનું સર્વસ્વ કહેતા,
જાણે કે ૠણાનુબંધન ચૂકવતા પર્યાવરણપ્રેમીઓ
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.