શબ્દ તણો ખૂબ મોટો ઉપકાર રહેશે.
મારા પછી પણ મારો અણસાર રહેશે.
તમને પણ હું યાદ આવીશ કોક વખત,
તમારી આંખમાં ત્યારે અશ્રુધાર રહેશે.
ધન,પદ, પ્રતિષ્ઠા કેટકેટલું ભેગું કરશો.
શેષ તો કબર જેટલો જ વિસ્તાર રહેશે.
દેહ,છબી કે ચિત્ર કશુંજ નહી હોય છતાં,
અમુક જગ્યાએ તોય મારો આકાર રહેશે.
એ અંત તમે ક્યારેય સ્વીકારી નહી શકો.
જીવન નહી મૃત્યુ મારું જોરદાર રહેશે.
વિપુલ પ્રીત