એક સંગીત પ્રેમી મિત્રે મને કહ્યું, " હું જ્યારે સ્ટ્રેસ અનુભવું છું ત્યારે મને ગમતા ગીતો ગાઈ લઉં છું. દુનિયામાં કોઈ એવી તકલીફ નથી જેનો ઉકેલ ગીતો ન લાવી શકે!"
મેં પણ આ ઉપાય અજમાવ્યો.
એ પછી થોડા દિવસો બાદ પતિ મહાશય મને સમજાવી રહ્યા," મૌન એ દરેક તકલીફો થી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે!"
મને આ ઉપાય પસંદ નહોતો છતાંય અજમાવી લીધો કારણ મારો બેસૂરો અવાજ મારા પાડોશીઓના સ્ટ્રેસ નું કારણ બની ગયો હતો!!
-તની
#Songs