તારો એક વિચાર કાફી છે.
તારો એક ઉચ્ચાર કાફી છે.
અર્થ તો મળે યા ન પણ મળે,
શબ્દોનો આ સંસાર કાફી છે.
ૠણ તારું ચૂકવાય ના પણ,
તારો એક આધાર કાફી છે.
ભરમધ્યાહ્ને સૂર તપે ના તપે,
રોજ ઉગતી સવાર કાફી છે.
દીદાર થવા દુર્લભ હો દરેકને,
માનું તારો આભાર કાફી છે.
સાંપડ્યું સર્વસ્વ માનવદેહમાં,
તારો આ ઉપકાર કાફી છે.
નથી થવું દેવ મારે કોઈ કાળે,
મારે મનુષ્યાવતાર કાફી છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.