... " એ શું જાણે?"
એ કથા શું જાણે? એ વ્યથા શું જાણે?
કે, આપ્યાં દુખ જેણે, એ દવા શું જાણે?
ને ધરમના નામે, કરતાં રહે ધતિંગ જ,
એ ખુદા શું જાણે? એ દુઆ શું જાણે?
પ્રણયની આ રમતમાં સદા જે હારે છે,
એ સજા શું જાણે? એ મજા શું જાણે?
વફાદાર રહી કાયમ, સહી જાણી ખતા!
એ ખફા શું જાણે? એ જફા શું જાણે?
સનમને રબ કાયમ જે માને છે "વ્યોમ"
બસ, અદા એ જાણે, સજદા એ જાણે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.