*હું ક્યા કહું છું મારા માટે નભ નાં તારલા તોડી લાવો*
*બસ પિયર માં રહી ગયેલું એ અધૂરું સ્વપ્ન જોડી લાવો*
*હું ક્યા કહું છું મારા માટે હીરા મોતી લાવો*
*મળે જો મારા સ્વમાન માં બે મીઠાં શબ્દ તો ગોતી લાવો*
*હું ક્યા કહું છું મારા માટે મહેલ, મોલાતો બનાવો*
*બસ ઈમાનદારી થી આપણું પરિવાર ચલાવો*
*હું ક્યા કહું છું મારા માટે રાનિહાર લાવો*
*હારી નાં જાઉં આ અનમોલ જિંદગી મારી એ ઉપહાર લાવો*
*હું ક્યા કહું છું મારા માટે તમારા દિલ માં તાજ મહેલ બનાવો*
*પણ થોડી જગ્યા તો અમારા માટે પણ સજાવો*
*હું ક્યા કહું છું મારી માટે આખી દુનિયા લૂંટાવી દયો*
* ક્યારેક તો અમારા માટે પણ કંઈક ઉપહાર લાવો*
*હું ક્યા કહું છું કે આખો દિવસ મારી સાથે વાતો કરો*
*પણ ક્યારેક તો હસતા મોઢે અમને પણ બોલાવો*
*આમાં મે એક સ્ત્રી ની તેના પતિ તરફ ની લાગણી અને નારાજગી વ્યક્ત કરી છે ગમે તો લાઈક અને કમેંટ કરજો. *