....." ભૂખ્યું બાળક "
થાળી અમારી ખાલી ને તમારાં છલકાતાં ભાણાં હતાં.
કિસ્મત તમારી ફૂલ ગુલાબી ને અમારે તો પાણાં હતાં.
મળ્યો ઈશ્વર આજ કહ્યું, માંગ માંગ જે માંગે તે આપું,
ઝોળી ફેલાવીને ઊભો રહ્યો તો ઝોળીમાં કાંણા હતાં.
ચોતરફ વાહ વાહી થઈ રહી છે, આજ એ ચિત્રકારની,
જેના ચિત્રમાં ભૂખ્યું બાળક ને જાળ વચ્ચે દાણાં હતાં.
સરતાં ગયાં એક પછી એક સબંધો મારા ખીસ્સામાંથી,
હતાં સબંધો ગાઢ ત્યાં સુધી, ખીસ્સે ભર્યા નાણાં હતાં.
કહેવાતી આ દુનિયામાં મિત્રતા જ તો છે અમુલ્ય ધન,
જીવનમાં "વ્યોમ" ફક્ત અમે, એ જ તો કમાણાં હતાં.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.