પૈસાની લાલચમાં ઇન્સાન,
સુખ શાંતિ ખોઈ બેઠો.
ફાસ્ટફૂડના મોહમાં ઇન્સાન,
તંદુરસ્તી ખોઈ બેઠો.
પ્રાયવર્સીના મોહમા ઇન્સાન,
પોતાના સ્વજનો ખોઈ બેઠો.
ફેશનના મોહમા ઇન્સાન,
ચરિત્ર ખોઈ બેઠો.
ટેન્શનના કારણે ઇન્સાન,
મીઠી નિંદર ખોઈ બેઠો.
ભણતરના મોહમા,
લાગણીઓ ખોઈ બેઠો.
પ્રદુષણ ફેલાવીને ઇન્સાન,
કુદરતી વાતાવરણ ખોઈ બેઠો.
કામના મોહમા ઇન્સાન સાચા ,
પ્રેમથી હાથ ધોઈ બેઠો.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "