બાળક જન્મે પછી એના જન્મનો દાખલો કઢાવવા એના પિતા જાય છે. પિતા ગુજરી જાય એના મરણનો દાખલો કઢાવવા એનો દીકરો જાય છે.દસ્તાવેજ,રેશનકાર્ડ વગેરે જગ્યાએ નામ કમી કરાવવા માટે પણ એનો દીકરો જાય છે,માણસ પોતાનું નામ લખાવી શકતો નથી કે કઢાવી પણ શકતો નથી. છતાં આખી જિંદગી નામ માટે રઘવાયો થઈને ફરે છે..
#H_R