*પ્રેમ*
પ્રેમ તો સાચો બસ એક મારા વાલાનો,
વાલો મારો રાધાના પ્રેમમાં દિવાનો.
સદીઓથી ચાલી આવતી રીત,
જગમાં એક રાધા-ક્રિષ્નાની પ્રીત.
ભૂલી જા મનવા મોહ અને માયાની મિત,
મારે તો ગાવા મુરલીધરના ગીત.
પ્રેમ...
ખોવાયેલી દુનિયામાં એક મારો સાથ,
મારે માથે મારા વાલાનો હાથ.
પાપી દુનિયામાં સ્વાર્થ વિના કોઈ નથી આવતું હારે,
મુશ્કેલીમાં મારો શામળિયો આવે મારી વારે.
પ્રેમ...