માણસથી હોય વસતિ માણસની.
માણસથી હોય હસ્તી માણસની.
એકમેકના સહારે જીવન ધપતુંને,
લાગતી કિનારે કસ્તી માણસની.
ધારે તે કરી શકે એવી છે ક્ષમતા,
જતાં આગે રોકે સુસ્તી માણસની.
ભલભલાને દેતી એ પીગાળી કેવા,
જ્યાં થાય કદી પ્રશસ્તિ માણસની.
જો જાય ડૂબી કોઈ નિજાનંદે વળી,
હોય એ અદભુત મસ્તી માણસની.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.