#Believe
હું અને મારા અહેસાસ
અવાય તો આવજો ને ઘર સુધી ક્યાં ના પાડી છે,
સુરાલય ને લાવજો ને ઘર સુધી ક્યાં ના પાડી છે.
દિલની લાગણીઓને સાવ નજીક
સ્પર્શી ને આજે,
સાથે ભેગાં ચાલજો ને ઘર સુધી ક્યાં ના પાડી છે.
રોમ રોમ આલિંગન માટે થયું છે તલપાપડ ત્યારે,
હૃદયથી ભેટવા દોડજો ને ઘર સુધી ક્યાં ના પાડી છે.
દુનિયાની બીક થી રૂબરૂ ના આવી
શકો વાંધો નહીં,
પત્રમાં યાદ મોકલો ને ઘર સુધી ક્યાં ના પાડી છે.
મુલાકાતનો આશાદીપ અંતરમાં જલતો રાખીશું સદા,
વિશ્વાસ નો વ્યવહાર રાખજો ને ઘર સુધી ક્યાં ના પાડી છે.
૨૮-૫-૨૦૨૪
સખી
દર્શિતા બાબુભાઇ શાહ