Gujarati Quote in Motivational by Tr. Mrs. Snehal Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને ખબર છે કે આજનાં જમાનામાં સૌથી મોટા કલાકાર કોણ? નથી ખબર? અરે! આ નાનાં નાનાં બાળકો! અને એટલે જ એમનાં માતા પિતા આ બાળકોને એમની આખુંય વેકેશન શાંતિથી રમવા દેવાને બદલે સ્વિમિંગ, ડ્રોઈંગ, મ્યુઝિક, સિંગિંગ, ડાન્સ, ક્રિકેટ, એક્ટિંગ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને આવી તો કેટલીય પ્રવૃત્તિઓમાં મૂકી દે છે. આખુંય વર્ષ બિચારા બાળકો સ્કૂલ અને ટયુશનનું કમ કરવામાંથી ઉંચા નહીં આવે, માંડ ખુશ થતાં હોય કે, 'હાશ! વેકેશન પડવાનું. મજા કરીશ. આમ રમીશ, તેમ રમીશ. મમ્મી પપ્પા સાથે ફરવા જઈશ. મામાના ઘરે જઈશ.' ત્યાં જ મમ્મી ધડાકો કરે છે કે તારે આ ક્લાસમાં જવાનું છે. તારું નામ નોંધાવી દીધું છે અને ફી ભરી દીધી છે.

બિચારું બાળક! કમને પણ ત્યાં જશે.

હવે તમે જ વિચારો આ બાળક કલાકાર છે કે નહીં? એક તો જબરદસ્તી આ પ્રવૃત્તિ શીખવાની અને ઉપરથી સારો દેખાવ પણ કરવાનો! પોતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરવા મળે તો વાંધો નથી. પણ અહીંયાં તો માતા પિતાને બાળકને ભણવામાં પણ ઓછું પરિણામ નથી ચાલતું અને પ્રવૃત્તિઓમાં પાછળ રહી જાય એ તો બિલકુલ મંજૂર નથી. જાણે બાળકો એ માતા પિતાની ઈચ્છાપૂર્તિ માટેનાં સાધનો છે. બાળકોને વેકેશન શારિરિક રીતે તંદુરસ્ત થવા માટે અને માનસિક રીતે તાજામાજા થવા માટે આપવામાં આવે છે. નહીં કે કોઈ સ્પર્ધાનાં ખેલાડી થવા માટે.

બાળકને આ રીતે કોઈ કલા શીખવાડવી ખોટું નથી. પણ પહેલાં બાળકને પૂછો કે એને શેમાં રસ છે અને એ જ પ્રવૃત્તિમાં એને મૂકો. પછી જુઓ, એક સાચો કલાકાર બહાર આવે છે કે નહીં!

#Artist

Gujarati Motivational by Tr. Mrs. Snehal Jani : 111933630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now