ઇદ્રા નૂઈ
સ્ત્રીઓ બધું જ કરી શકે, બધુણ જ મેળવી શકેપણ ના,એક જાહેરે કાર્યક્રમ દરમ્યાન પોતાના એક ઈંટરવ્યુમાં ઈંદ્રાએ બધાને નવાઈ લાગે એવી એક વાત કહી કે, "એ વુમન કાંન્ટ હેવ ઇટ ઓલ"- સ્ત્રીઓ બધું જ નથી મેળવી શકતી. એમણે કહ્યું કે સ્ત્રીએ સમય પ્રમાણે પોતાની જાતને'મમ્મી',
'પત્ની', 'દીકરી', ;નોકરીયાત' એવા અલગ હિસ્સામાં વહેંચી દેવી પડે છે.એમણે જણાવ્વ્યું કે સારી કેરિયર બનાવનારી સ્ત્રીને બિરદાવવામાં આવે છે. પણ એના પતિને પણ એટલુ જ બલિદાન આપવું પડે છે. ( આ વખતે એક કંપનીના પ્રેસિડેન્ટ, એમના પતિ શ્રી રાજ નૂઈ પણ શ્રોતાઓની વચ્ચે બેઠેલા હતા)એમણે કહ્યું કે, બીજી મમ્મીઓની જેમ હું મારી પુત્રીની સ્કૂલમાં એના શિક્ષકોને મળવા જઈ નહોતી શકતીંઆરી નાની દીકરી કંઇકામ માટે મારી ઑફિસમાં ફોને કરે ત્યારે મોટે ભાગે એણે મારી સેક્રેટરી સાથે જ વાત કરીને સંતોષ માનવો પડતો હતો. આને માટે મારે મારી દીકરીઓની ફરિયાદ પણ સંભળવી પડી છે.જોકે અઢળક કામની વચ્ચે અને દિવસોના દિવસો ઘરની બહાર વિતાવનાર ઈંદ્રાએ માતાનો રૉલ પણ એટલી સારી રીતે નિભાવ્યો છે કે, દુનિયાની શુથી શક્તિશાળી મમ્મીઓના લીસ્ટમાં પણ ફોર્બ્સમેગેઝીને એમને ત્રીજું સ્થાન આપ્યું હતું.એ જ્યાં ભણ્યા એ જ યેલ યુનિવર્સિટીમાં અત્યારે એમની મોટી પુત્રી અભ્યાસ કરી રહી છે ઈદ્રા જેટલી જ સારી પુત્રી પણ છે.એનો એનાથી વધુ સારો પુરાવો શું હોઈ શકે કે અત્યારે પોતાની ૮૬ વર્ષની વ્રુધ્ધા માતાની સાથે રહેવા માટે એમણે કોઈ વિચારી પણ ના શકે એવું પગલું ભર્યું છે.સમગ્ર બીઝનેસ વર્લ્ડને આંચકો લાગી ગયો એવી રીતે અચાનક પેપ્સીકોના સી.ઈ.ઑ. તરીકે ના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું.બાર વર્ષ સુધી એ જ જગ્યાએ રહીને કંપનીનો નફો ૮૦ ટકાવધાર્યા પછી પણ, માતાને માટે એમણે ઝળહળતી કારકિર્દી છોડી દિધી છે. જો કે એમણે સાથે સાથે કંપનીંજું હિત પણ વિચાર્યું જ છે.બીજી કોઈ યોગ્ય વ્યક્તિના મળે ત્યાં સુધી, ૨૦૧૯ની શરૂઆત સુધી એ ચેર્વુમન ત્રીકે કામ કરવાનું ચાલુ રાખશે.કેવું અદ્ભૂત,અકલ્પનીય વ્યક્તિત્વ!આવી સ્ત્રીને વિશ્વ નમન કરે અને ભારતના રાષ્ટ પ્રમુખ પદ્મભૂશણનો ઈલ્કાબ આપે તેમાં સ્ગું નવાઈ.