વખતને વરતીને ચાલવાનો જમાનો છે.
એકમેક સમજીને ચાલવાનો જમાનો છે.
સરખા વિચારો ન હોઈ શકે બધાના કદી,
ભિન્નતાને પરખીને ચાલવાનો જમાનો છે.
નદીનાવ સંજોગ હંકારવું જરુરી ગણાય,
વિવેકબુદ્ધિ વાપરીને ચાલવાનો જમાનો છે.
ક્રોધ તો આવે સંજોગો હોય વિપરીતને,
એને ઊગતો ડામીને ચાલવાનો જમાનો છે.
ભૂલેચૂકે પણ જશની આશા રાખવી નહિ,
આપણી ફરજ માનીને ચાલવાનો જમાનો છે.
જનરેશનગેપની ખાઈ સન્મુખ દેખાય વળી,
તાલમેલ કરી લઈને ચાલવાનો જમાનો છે.
દરેકની વાત સાંભળી રીત ના બદલવાનીને,
ઉંદરની વાત વિચારીને ચાલવાનો જમાનો છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.