Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

... " અભણ જ હતાં સારાં "

ભણી ગણીને કરવો કચરો, એના કરતાં તો અભણ જ હતાં સારાં;
ને વ્યભિચારમાં વિચરો, એના કરતાં તો અભણ જ હતાં સારાં;

રંગ રોગાન કરીને શુટ બૂટમાં મહાલતાં સમજવું પોતાને કૈંક ખાસ,
પાછો રહેતો અતડો અતડો, એના કરતાં તો અભણ જ હતાં સારાં;

પાશ્ચાત્ય સંસ્કૃતિ સમજી સ્ટેટસ, ખુદની સંસ્કૃતિ નજર અંદાજ કરવી,
ફેલાવી દુષણોની અસરો, એના કરતાં તો અભણ જ હતાં સારાં;

ઇંગ્લીશ મિડિયમ ભણતરની લાગી હોડ, ને માતૃભાષા થઈ ગૌણ,
મંડાયો સંસ્કૃતિ પર ખતરો, એના કરતાં તો અભણ જ હતાં સારાં;

કોંક્રીટના જંગલો ફેલાતાં ગયાં અને નષ્ટ થતાં ગયાં તરુવર જંગલો!
"વ્યોમ" કહે છે હવે તો અટકો, એના કરતાં તો અભણ જ હતાં સારાં;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111933190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now