#Women
નારી તું નારાયણી, તું માનવ કલ્યાણી,
હૈયાના ભાવનાના આસ્વાદની મહારાણી.
આધુનિક જમાનામાં પુરુષોની બની છે સમોવડી,
વિકસિત રાષ્ટ્રો માં છે તે ભારતની યુગ રાણી.
પડકારરૂપ સ્થિતિ ને સંભાળે છે
કાબેલિયતથી,
કદમ થી કદમ મિલાવી બતાવી દીધું પાણી.
દિવસ રાત છલોછલ આત્મવિશ્વાસ થી જીવતી,
આજના ટેકનોલોજીકલ યુગથી નથી તે અજાણી.
સમર્પણની દેવી ને સૃષ્ટિનું નિર્માણ
કરનારી,
હસતાં રમતાં જિંદગીને ભરપૂર તેણીએ માણી.
દુનિયા અને દુનિયાના લોકો સાથે તાલમેલ મેળવી,
અસ્તિત્વ ટકાવી રાખ્યું છે એમ તો
છે બહુ શાણી.
૨૩-૧-૨૦૨૪