*** મનનું મહાભારત ***
~~~~~~~~~
યુગોથી સાંભળી આ મહા ગાથા મહાભારતની;
ધર્મ, પુરૂષાર્થ અને પરમાર્થની,
કહું આજ હર મનુજની ભીતર ઊઠતી
કથા એક મનના મહાભારતની.
***
અઢાર અક્ષૌહિણી સેના લડે કુરુક્ષેત્રમાં
મન બનાવે સેના કલ્પનાના નેત્રમાં,
કૌરવો રૂપી શત લઘુ વિચાર મનને હલાવે
પાન્ડવો રૂપી પાંચ ઈન્દ્રિયોને નતમસ્તક કરાવે.
***
કદી દ્રૌપદી બની મન પ્રતિશોધ પોકારે
તો માતા કુન્તાનુ મમત્વ દિલ દુભાવે;
અપેક્ષાઓ મારી મને ધૃતરાષ્ટ્ર બનાવે
તો લડખડાતા સ્વાનુભવ ભિષ્મ બનાવે.
***
મહા યુદ્ધનું મેદાન મારામાં જ દેખાડું
કદી દુર્યોધન તો કદી અર્જુન ખુદને માનું
મનની રચેલી રાજનીતિમાં સ્વયંથી જ હારૂ
મારામાં જ સકુની ને મારામાં જ વિદૂર જાણું.
***
અંતે મારા જ સુસંસ્કારોનો રથ સજાવુ
પાવન આત્મા રૂપી કૃષ્ણ ને સારથી બનાવું
અંતરાત્માથી દિવ્ય ચક્ષુ ઉઘાડું
આમ... જીવન સાર્થક કરી બતાવું...
બસ જીવન સાર્થક કરી બતાવું....
-----શોભા વિપુલ
9980410279
બેન્ગલોર.