*હૈયે આજે*
*ખુબ અકળામણ થઈ,*
*અચાનક*
*બારી ઉપર નજર ગઇ.*
*એક ચકલીને*
*આનંદથી*
*ચિચિયારી કરતાં જોઈ.*
*અદેખાઈ થઈ*
*મને તેને આનંદિત જોઈ,*
*અનાયાસે જ*
*તેને વાત પૂછાઇ ગઇ.*
*કેવી રીતે*
*આટલી આનંદિત રહી શકે તું,*
*સદીઓથી*
*ફક્ત ચોખાની ચણ લઈ ?*
*વાત સાંભળી મારી,*
*એને મનુષ્યની વાચા થઈ.*
*રે ભલા આદમી,*
*બુદ્ધિ તો તને*
*અમારા કરતાં*
*અનેક ઘણી મળી ગઇ*
*પણ ઇચ્છાઓની*
*વણઝાર લગાવી તેં,*
*તેમાં તારી ખુશી રોળાઈ ગઇ.*
*મળ્યુ જે,*
*એ મોજથી માણી લે,*
*ભેગું કરવાની ઇચ્છા તજી દે.*
*સંતોષની*
*મૂડી તું સાચવી રાખ,*
*દેખા દેખીમાં ન ખોઇ દે.*
*હૈયાની*
*અકળામણ ઓછી કરી,*
*એ*
*નાની સી ચકલી,*
*આર્ટ ઓફ*
*લિવિંગ શીખવાડી ગઇ.*
#Success