પ્રભાતના પ્હોરમાં કડકમીઠી ચા મળે.
સુધરી ગયો દિવસ એવી વાચા મળે.
જાણે કે પ્રાણ સંચારે તનમન વદનમાં,
ને પછી મુખે વદવા વેદની ઋચા મળે.
સોડમ એની પીવા કેટકેટલી લલચાવે,
હાથ ધરી કપ પીતા કોઈ સાચા મળે.
નવો મૂડને જાણે નૂતન હો શરુઆત,
તરોતાજા સ્ફુરિત વિચારો અચ્છા મળે.
શરુઆત દિવસની શુભ જેનાથી થતી,
સુસ્તીને રખે લાંબાગાળાની રજા મળે.
પૃથ્વી પરનું આ પીણું અદભુત લાગતું,
ગ્રહણ કરતાં ખુલ્લા સ્વર્ગ દરવાજા મળે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.