વેકેશન પડતાંને યાદ આવે ઘર મામાનું.
જ્યાં રિસાઈએ તો મનાવે ઘર મામાનું.
ધાર્યું સહુ બાળકોનું થાતું રાજીપો ઝાઝો,
હરકોઈ બાળકને સદા ફાવે ઘર મામાનું.
ના કોઈ રોક, ના કોઈ ટોકને ધિંગામસ્તી,
બોજ ભણતરનો એ ભૂલાવે ઘર મામાનું.
ઘર નાનીનું જાણે કે કાચું રાજ જોઈ લો,
યાદ માની પણ કદી વિસરાવે ઘર મામાનું.
કોઈ ના વઢે,કોઈ ના રોકે આઝાદી હોવાની,
વેકેશન ખુલવાની વાત મૂંઝાવે ઘર મામાનું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.