હવે તો હરિ કૈંક રસ્તો દેખાડો.
આવતી આપદા વણથંભી ટાળો.
નાથ દયાનિધિ છો અવઢરદાની,
માયા હરિવર કરતી રે મનમાની,
હવે તો રઘુવીર અમને ઉગારો...1
આખરે માનવજાત છીએ અમે,
શરણાગત શીશ વારેવારે નમે,
કોટિજન્મનાં પાતકો બાળો...2
સન્મુખ દર્શન દ્યોને દયાનિધિ,
કરુણાસાગર વસતા પયનિધિ,
નથી મળવાનો કર્મ તણો તાળો...3
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.