સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે ,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
એનું વૈદેહી છે નાંમ,
પુરા કરવા જગના કામ,
એને પતિ મળ્યા શ્રી રામ,
આખા જગમાં એનું નામ .
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે ,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
સ્વયંવરમાં રામ મળિયા,
ધનુષ ભાગીને જળહળીયા,
પરશુરામ ને રીશ વ્યાપી,
પ્રભુ રામે દીક્ષા આપી.
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે ,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
સીતા અવધનગરમાં આવ્યા ,
માતા કૌંસલ્યા એ વધાવ્યા,
જોડી અમર થઇ પૂજાશે,
આખા જગમાં નામ કમાશે.
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
દશરથ મનમાં બહુ હરખાય,
ગાદી રામને દેવા જાય ,
માતા કૈકઈ બહુ દુભાય,
ત્યારે રામજી વનમાં જાય .
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
જયારે રામજી નવમાં જાય,
દશરથ પુત્ર વિયોગી થાય ,
એવુ મોસાળે સંભળાય ,
ભરત પાછા લેવા જાય .
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
રામજી મૃગ ને લેવા જાય ,
આજે અવળા શુકન થાય ,
મારિચ માયાવી મરાય ,
રાવણ સીતાને લઈ જાય .
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
રામજી પપ્પા સરોવર જાય ,
શબરી નાં હાથે બોરા ખાય ,
હનુમાન સામા મળી જાય,
સાચી મિત્રતા થઇ જાય.
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
અશોકવાટિકા માં જાઉં ,
આખી લંકાને આગ લગાઉં,
સીતામાતા નાં ખબર લાઉ,
પછી ચરણે શીશ ઝુકાઉ
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
અંજનીપુત્ર આવ્યા છે વારે ,
રામજી વાલીને તીર મારે,
વિભિક્ષણ રામને મળવા આવે,
રાવણનું અમૃત કુંભ બતાવે ,
સીતા જનક ની દુલારી ડાહી દિકરી રે,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
રામજી રાવણ રણમાં મારે ,
ગાદી વિભિક્ષણ ને અપાવે ,
પાછા અવધ નગરમાં આવે,
આવી રાજ્યસન સંભાળે .
સીતા જનકની દુલારી ડાહી દિકરી રે ,
રામે વનમાં બાંધી રહેવા એક ઝૂંપડી રે,
ગીત : લેખક. ચૌહાણ સુરજબા "આર્ય "
ગીત : રાગ = કુંતા અભિમાન્યુંને બાંધે અમર રાખડી રે .