સમય લાગે છે, નિયતી એ કરેલા *ઘા* થી રુજ આવવામાં,
સમય લાગે છે, પોતાની જાતને સાચા અર્થમાં સમજવામાં,
સમય લાગે છે, બીજાનાં ખોટા વિચારો ને બદલામાં.
સમય લાગે છે, ખુદ ને ખુદ સાથે શોધવામાં,
સમય લાગે છે, દરેક અસ્વીકાર નો સ્વીકાર કરવામાં .
સમય લાગે છે, પોતાની ભાવનાઓ ને સમજી ને સ્વીકાર કરવામાં.
સમય લાગે છે, પોતાની જાતને તે સ્થાન સુધી લઈ જવામાં જ્યાં...
કોઈના પ્રભાવ ના અભાવ ની ઉણપ ના રહે.
સમય લાગે છે,મોહ ને છોડવામાં..
દરેક સારી વસ્તુ ને થવામાં સમય લાગે છે.