કુંડળી જોઈને ભવિષ્ય ભાખવું નથી.
ચાહત ભોજનની કેવળ ચાખવું નથી.
આ તો હિસાબ છે કર્મની લેણદેણનો,
હશે એ થશે વિશેષ કાંઈ લખવું નથી.
હાથમાં જે છે એ બીજે ક્યાંય પણ ના,
ખોટેખોટું ભટકીને અકારણ ફરવું નથી.
જિંદગી મોત એ છે કીસ્મતની કહાની,
ડરીડરીને જીવવું ના કે પછી મરવું નથી.
હતું જે મારું તે મળી ચૂક્યું છે મુજને,
ન મળેલાંને કરી યાદ સતત ઝંખવું નથી.
મિલકત મોટી માનવતાની મને જો મળે,
પ્રભુનો વારસ છું એ માટે કદી ઝૂકવું નથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.