આવીને કિનારે કેવો હરખાય દરિયો.
લોકો કહે કે તારે છે સરખાઈ દરિયો.
વહેતો, ઊછળતોને ઘૂઘવાટ કરનારો,
જાણે મનુજ જોઈને મલકાય દરિયો.
દૂરસુદૂર નાખી નજર ના પડતી આંખે,
રખેને આભના સંગાથે લપેટાય દરિયો.
શ્વસુર શ્રીહરિનો એ હાર ક્યાંથી માને?
ગહનતાને વિશાળતાથી મનાય દરિયો.
કિનારાનું ઘેલું શકેને લાગ્યું હશે એને,
આતપ ગ્રીષ્મનો એનાથી હરાય દરિયો.
-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.