Happy mother's day maa
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
હસતા મુખે વેઠી મુશ્કેલીઓ છતાં ખુમારીભરી હસી એ 'માં '❤️
દુઃખો સહતી ખુશીથી તો'ય આંખોમાં છલકતું અમી એ 'માં'❤️
બાળકના ઘડતરને લઈ અડીખમ સૂરજનાં તપે દુનિયા સામે ઝઝૂમતી એ 'માં'❤️
રહી જગતથી અજાણ ને અંધકારમાં ભીંજાતી રહી એ 'માં'❤️
ક્ષમા આપતી સદાય સૌને, દયાની મૂર્તિ ખુદાને પણ ગમતી એ 'માં '❤️
વાણી એની સદા ગીતા સમી,દુવા તારી સવૅ દુઃખ સંતાપતી એ 'માં'❤️
શબ્દો પડે ઓછાં માં તારાં ગુણ ગાતા મળે તીર્થ ચરણોમાં જેના એ 'માં '❤️
માતૃત્વ સદાય સન્માનીય રહે ભગવાન ખુદ નમે જેને એ 'માં '❤️
કાયમ ઋણી રહીશ હું,'માં' તારી મુજને માતૃત્વ સમજાવતી 'માં'❤️
બસ ખુદને ભૂલીને તારાં ખોળામાં ઓગળી જાઉં જ્યાં મળે બ્રહ્માંડ નું સુખ 'માં'❤️