આંસુ ની કિંમત સમજે એ,
પિતા મૌન સમજે એ માં.
એક ઝાપટ મારીને અખિલ,
બ્રહ્માંડના દર્શન કરાવે પિતા.
મીઠો ઠપકો આપીને રામાયણ,
ગીતાના સ્લોકો કંઠસ્થ કરાવે માં
પોતાની જાત ખર્ચીને,
આપણને મોટા કરે પિતા.
આત્મસન્માન અડાણું,
મૂકીને ઉછેરે એ માં.
ટાઢ, તડકો, ને મેધ સહન,
કરીને વ્હાલ કરે એ પિતા.
સહનશક્તિની મૂર્તિ બનીને,
હેત વરસાવે એ માં
માનવમાંથી મહામાનવ,
બનાવે એ પિતા.
પશુ માંથી ઇન્સાન અને ઇન્સાન,
માંથી ભગવાન બનાવે માં.
લી.ચૌહાણ સુરજબા "આર્ય "