કોઈ એકાક્ષરી નિબંધ છે મા.
ના ભૂલાય એવો સંબંધ છે મા.
પરાકાષ્ઠા પ્રેમની ના વિસરાતી,
જન્મોજન્મનો અનુબંધ છે મા.
શ્રેષ્ઠ સર્જન હરિનું હશે જનની,
ઉપકારોની વધતી સુગંધ છે મા.
માનતા કરનારી ઈશનેય નમાવે,
બાળક કાજે પ્રેમપ્રબંધ છે મા.
સેવા અને ત્યાગની પ્રતિમા જે,
કેટકેટલું સવાયું તોય બંધ છે મા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.