...." માતૃદેવો ભવઃ "
માતા સમાન જગતમાં કોઈ નહીં, માતૃદેવો ભવઃ.
ભર્યો છે સાગર મમતાનો 'મા' મહીં, માતૃદેવો ભવઃ.
જો કહે સંતાન તો એક 'મા' કાઢીને આપે કલેજું,
સદા ચાહે સુખ સંતાનનું દુઃખ સહી, માતૃદેવો ભવઃ.
જેટલું પણ લખું એક 'મા' વિશે પડે ઓછું એટલું,
બધું કહી પણ રહી જાય અનકહી, માતૃદેવો ભવઃ.
એક માનો જોટો ના જડે, શોધી લો આ બ્રહ્માંડમાં!
ઈશ્વરથી પણ આગળ, 'મા' જ રહી, માતૃદેવો ભવઃ.
બધાં કર્જ ચૂકવાય પણ માનું કર્જ તોય ચૂકવાય નહીં,
જો "વ્યોમ"થી અવતરે ઈશ્વર અહીં, માતૃદેવો ભવઃ.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.