કોણ જાણે કે આ દિલ પર કેટલી વીતી હશે?
કોણ જાણે કે આ દિલને કોનાથી પ્રીતિ હશે?
સાવ નાજુકને સ્પંદનો કેટકેટલાં સર્જનારું એ,
કોણ જાણે કે આ દિલને શેનાથી ભીતિ હશે?
ઘવાયને ફરીફરી એ દિશામાં આગળ વધવાનું,
કોણ જાણે કે દિલને પોતાની આપવીતી હશે?
શાને આવો કાયદો કે નરમને વધુને વધુ પ્રહારો,
કોણ જાણે કે દિલને પોતાની આવી રીતી હશે?
ટપકતું, ધબકતું, સ્પંદન કરતુંને ઘવાતું વારંવાર,
કોણ જાણે કે દિલને આવી કોઈક નીતિ હશે?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર