ઉપર આભ નીચે ધરતી વચમાં છે સમંદર જેને,
તમે બહાર ખોળો છો ભગવાન છે તમારી અંદર.
ના પદ મોટુ ના પ્રતિષ્ઠા ના કોઈ છે સિકન્દર સૌથી,
મોટો અખિલ બ્રહ્માંડનો માલિક છે ભગવાન શંકર.
ના ભૂત, ભવિષ્ય, વર્તમાન, ના જન્મ ના મૃત્યુ ના,
સમય ના તથ્ય આ જગતમાં છે સૌથી સુંદર સત્ય.
ના માન ના અપમાન ના છે હવે મને સમયનું ભાન,
ઈશ્વર હારે લગની લાગી દિવસ રાત બસ રામનામ.
ના કોઈ સગું ના સ્નેહી ના મિત્ર કે શત્રુ કુંડલીની,
જાગૃત થયા પછી આખું જગત છે મારે મને સ્વપ્ન.
ના બાળપણ ના યુવાની ના ફિકર હવે જીવવાની,
સંપૂર્ણ જગતના ઉદ્ધારની ભાવના સદા રહેવાની.
ના હારું ના જીતું ના કષ્ટ આપું કોઈને હમેશા,
એક રંગમાં રહુ કલ્યાણ કરૂં સમગ્ર જગતનું.
ના દશા ના દિશા ના આન ના બાન પ્રભુ ભક્તિ,
માં લિન રહી ચાહું સૌને મળી રહે આત્મજ્ઞાન.
✍️ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )