સૌથી સવાયું લાગે મને હાસ્ય તારું.
જીવન જીવવાનું હો બને હાસ્ય તારું.
પ્રસન્નતા ચિત્તની તારી આનંદ વધારે,
ઉરતાર રણઝણતા શનેઃ હાસ્ય તારું.
શું જોઈએ અધિક તુજ આનંદથી મને,
દિશા મળતી પછી ઘરને હાસ્ય તારું.
નિ:શબ્દા: બનીને ખુશીને પાથરતી તું,
અપેક્ષા તારી સંબંધીજને હાસ્ય તારું.
સર્વસ્વ મળી ગયાની અનુભૂતિ મારીને,
શું શબ્દોથી કહેવું હવે અને હાસ્ય તારું.
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.