જીંદગી ચાલી રહી હતી ઉદાસી માં ત્યાં,
જીવન જીવવાનું એક નવું બહાનું મળ્યું.
જીંદગીની કિતાબ માં ભૂલ થી,
રહી ગયેલું એક ગુલાબ મળ્યું.
ગુલાબ ને જોઈને લાગ્યું કે,
ફરી સપનું સુહાનું મળ્યું.
ખુશીઓ એ દસ્તક દીધી જ હતી દરવાજે,
કે ત્યાં ગમ ને મારા ઘરનું સરનામું મળ્યું.
✍️ ચૌહાણ સુરજબા "આર્ય"