ના પડી ખબર કે ક્યારે અવસ્થા આંબી ગઈ.
ના પડી ખબર કે ક્યારે યુવાની રિસાઈ ગઈ .
માંડમાંડ સેટ થયા આર્થિક પગભર પ્રયત્નોથી,
ના પડી ખબર કે ક્યારે તંદુરસ્તી ઘવાઈ ગઈ.
જેને માનતા હતા મંગલાચરણ તે સમાપન થયું,
ના પડી ખબર કે ક્યારે ઉંમર પણ વધતી ગઈ.
શ્વેતકેશને શ્યામ કરી જતી યુવાનોને સાદ કીધો,
ના પડી ખબર કે ક્યારે આયુ સમય ભરખી ગઈ.
જોતજોતામાં કેટલો વખત વીત્યો અજ્ઞાત રહ્યા,
ના પડી ખબર કે ક્યારે તક હાથથી સરકી ગઈ.
-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.