રોજ થોડું થોડું મરીએ તો છીએ , જીવી જાણીએ
ડગ મૃત્યુ તરફ ભરીએ તો છીએ, જીવી જાણીએ
એક આશા જ્યાં પૂરી થૈ ત્યાં કેટલી ફૂટી નીકળી,
વસંતમાં વળી ખરીએ તો છીએ, જીવી જાણીએ
રોજરોજ મૃત્યુ થતાં નજરે જોઈએ આપણે તોય
ઈશ્વરથી દૂર જઈએ તો છીએ, જીવી જાણીએ.
હિસાબ રાખીએ સફળતાનો, હારને નેવે મૂકીએને
માનવતાને વિસારીએ તો છીએ, જીવી જાણીએ
નિર્ભર છે આવતીકાલ આપણી આજના ડગલે,
અમર આશા ધરીએ તો છીએ, જીવી જાણીએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.