☕☕ચા અને દોસ્ત 👬👬
ચા સંગ મારી અલગ ચાહત છે;
હરેક ચૂસકીએ તારી આહટ છે;
હાથમાં તારો હાથ ને ચાનો કપ,
પછી જો પડે કેવો મારો વટ છે;
ઊકળી ત્યારે આવ્યો એમાં રંગ,
દોસ્તી આપણીય એવી પાકટ છે;
ઊગે નહિ પ્રભાત મારી ચા વિના,
તારીએ લાગી કૈંક એવી લત છે;
દોસ્ત જ તો રહી છે મારી તાકાત,
તો "વ્યોમ" કમજોરીય દોસ્ત છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.