તમે ના કહો, ખબર છે એ તમારી વાતની.
નિશાને જાણ થઈ ગઈ છે એજ પ્રભાતની.
સાવ સૂનકાર હોય હૈયેને તમે આવી ચડો,
અવસર પણ ઝંખના હો એવી મુલાકાતની.
નથી ધર્યું ગુલાબ તેથી શું થઈ ગયું છે ભલા,
ચાડી ખાય નયનો તમારાં પ્રેમની કબૂલાતની.
મળ્યાં પણ સાવ અલપઝલપ એકમેકને કેવાં,
અનુભવ્યું પણ જોયું નૈ ન હતી ઘડી નિરાંતની.
એ કાગડાએ તને કીધું હશે કે હું આવું છું દ્વારે,
કપોત દઈ ન શક્યાં સંદેશો, ઘૂ ઘૂ જાતજાતની
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.